वंशी विभुसित् करां नवनीर गाथा। पितांबरा्दरुणबिंब खला धरोष्ठात् ॥

पूर्णेन्दु सुंदर मुखादरविंद नेत्रात् । कृष्णात् परम् किमपितत्वमहम् न जाने ॥

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જય ભારત અને જય ગુજરાત નાં શંખ નાદ સાથે શરૂઆત કરૂં છુ……

આ વેબ સાઇટ નો મુખ્ય હેતુ ગુજરાતી ભાષા ના જુના સિધ્ધાંતો અને જુના સાહિત્ય ને જીવંત રાખવા નો છે અને આ લક્ષ્ય પૂર્ણ કરવા નો આ વેબસાઇટ ડેવલપ કરવા પાછળ નો હેતુ છે. આ બધા લખાણ માં ભાષા ને લગતી જો કોઇ ભૂલ હોય તો તેને સુધારવા માટે વિનંતી છે. દરેક લખાણ પર કોઇ પણ વ્યક્તિ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે તે માટે ની લિંક આપવા માં આવી છે. દરેક વાંચક મિત્રો ને પોતાનું મંતવ્ય અને કોઇ સુધારા એ લિંક દ્વારા મોકલવા વિનંતિ છે. આ વેબ સાઇટ નો હેતુ કોઇ જ જાત નો નફો કરવા નો નથી, પરંતુ આ વેબ સાઇટ ગુજરાતી હોવા તરીકે ગુજરાત નાં છુપાં મોતી ઓ ને વીણી વીણી ને માળા કરવા નો છે.

ગુજરાતી ભાષા ની વાત કરતી  વખતે જો મહા કવિ પ્રેમાનંદ નું નામ ના લઇએ તો એ કદાચ યોગ્ય નહી ગણાય. સત્તર મી સદી સુધી ભાષા નું નામ ગુજરાતી નહોતુ પડ્યું.

આ પ્રદેશ ની ભાષા ને પ્રાકૃત ભાષા કહેવાતી. પ્રાકૃત ભાષા એટલે સંસ્કૃત ભાષા માં થી બદલાઇ ને દેશકાળ અનુસાર થયેલી ભાષા. સંસ્કૃત માં થી બદલાઇ ને આપણા ગુર્જર પ્રદેશ માં જે ભાષા બોલાતી થઈ તેને ગુર્જર ભાષા તરીકે ઓળખવા માં આવી. સમયાંતરે આ ભાષા ગુજરાતી તરીકે પ્રચલિત થઇ. અત્યાર ની ગુજરાતી ભાષા એ પ્રાચીન ગુર્જર ભાષા કરતાં ઘણી અલગ છે. સહુ પ્રથમ ગુજરાતી ભાષા નામ મહા કવિ પ્રેમાનંદે આપ્યું.

અનેક મહા પુરૂષો એ સાતત્ય પુર્વક પોતાના જ્ઞાન ની ગંગા થી આપણી ગુજરાતી ભાષા નું સિંચન કર્યું છે. આ મહા પુરૂષો માં શ્રી હેમચંદ્રાચાર્ય, શાલિભદ્ર, તરૂણપ્રભ, સોમ સુંદર, જયશેખર જેવા જૈન મુનિ ઓ તથા નરસિંહ મેહતા, નાકર, ભાલણ, પદ્મનાભ જેવા મહાપુરૂષો ની રચના ઓ એ સોના માં સુગંધ ભેળવી.

આ વેબ સાઇટ નો મુખ્ય હેતુ એ જ રહેશે કે આ બધી રચના ઓ ને કોઇ રીતે જીવંત રાખી તથા વર્તમાન પેઢી ને અંગ્રેજી ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય પણ પ્રભાવિત કરે. આ ઉપરાંત, આ વેબ સાઇટ માં  આધુનીક જગત ને લગતાં લખાણ, બાળકો માટે, અને થોડી ગમ્મત અને મસ્તી પણ ઉમેરવા નો ઉદ્દેશ છે.

-ગુજ્જુભાઇ ના સહુ ગુજરાતી ઓ ને નમસ્કાર.

bombay samachar

frame style=’width:250px;height:470px’ MARGINWIDTH=’0′ MARGINHEIGHT=’0′ HSPACE=’0′ VSPACE=’0′ FRAMEBORDER=’0′ SCROLLING=’no’ align=’left’ valign=’top’ id=’mailroifrm’ ALLOWTRANSPARENCY=’true’ src=’http://widget.economictimes.indiatimes.com/etmarketwidget.cms’></if